રોજ 30 મિનિટ સાઇકલ ચલાવવાના ફાયદા


By Hariom Sharma2023-05-03, 19:47 ISTgujaratijagran.com

વેટ લોસ

જો તમે વજન ઘટાડવા માગો છો તો રોજ સાઇકલ ચલાવો. અડધો કલાક સુધી સાઇકલ ચલાવવાથી શીરીરની કેલેરી સરળતાથી બર્ન કરી શકો છો. આ માટે સાઇકલ ચલાવો.

બ્લડ સર્ક્યુલેશન

બોડીનું સર્ક્યુલેશન ઝડપી કરવા માટે સાઇકલિંગ તમારી મદદ કરી શકે છે. આ માટે નિયમિત રીતે 30થી 40 મિનિટ સુધી સાઇકલ ચલાવવાથી શરીરને તંદુરસ્ત રાખી શકાય છે.

હાડકા માટે

હાડકાને સ્વસ્થ રાખવા માટે સાઇકલિંગ ખૂબ જ જરૂરી છે. રોજ અડધો કલાક સુધી સાઇકલ ચલાવવાથી તમારા ઘૂંટણ, પીઠ અને પગના હાડકા મજબૂત બને છે.

તણાવથી રાહત

તણાવથી રાહત મેળવવા માટેનો સરળ ઉપાય સાઇકલ ચલાવવી પણ છે. જો તમે 20-30 મિનિટ સુધી નિયમિત સાઇકલ ચલાવો છો તો તારી મેન્ટલ હેલ્થ માટે ફાયદાકારક છે.

સ્ટ્રોંગ મસલ્સ

શરીરના સ્નાયુઓને તંદુરસ્ત રાખવા માટે સાઇકલિંગ કરી શકે છો. સાઇકલ ચલાવવી ખૂબ જ સરળ કસરત છે, જે પગ અને પીઠના મસલ્સને સ્ટ્રોંગ કરે છે.

હૃદય માટે

સાઇકલ ચલાવવી તમારી હૃદય માટે પણ ફાયદાકારક છે. આ માટે રોજ અડધાથી એક કલાક સાઇકલ ચલાવવાથી તમે હાર્ટને હેલ્ધી અને હેપ્પી રાખી શકો છો.

વધુ પ્રોટીન લેવાથી શરીરને કયા નુકસાન થઇ શકે છે?