મીઠા લીમડાના પત્તા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે,પરંતુ તેના જ્યૂસને પીવાથી હાર્ટ સબંધિત અને વજન વધવા જેવી સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદા કારક હોય છે. ચલો જાણીએ તેના કેટલાક ફાયદાઓ વિશે.
મીઠા લીમડામાં વિટામિન બી, વિટામિન સી, એન્ટી ઓક્સીડેન્ટ, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે.
મીઠા લીમડાના પત્તામાં રહેલા એંટી ઓક્સિડેન્ટ્સ અને અન્ય તત્વ લોહીમાં જમા થયેલા કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તેના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ આસાનીથી ઓછું થાય છે.
મીઠા લીમડાના પત્તાના જ્યુસને પીવાથી વજન ધટાડી શકાય છે. તેને પીવાથી મેટાબોલીજમ તેજ થાય છે, જે શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઓછી કરે છે.
મીઠા લીમડાના પત્તાનો રસ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ, વિટામિન સી અને જિંક હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
મીઠા લીમડાના પત્તા પેટ સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યાના ઈલાજ માટે કોઈ રામબાણથી ઓછી નથી. તેને પીવાથી પેટ સાફ રહે છે. આ ઉપરાંત ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓમાં પણ મીઠા લીમડાનો ઉપયોગ ફાયદાકારક છે.
મીઠાના લીમડામાં એન્ટી ઓક્સિડેંટ્સથી ભરપૂર હોય છે, તેનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે, જેથી હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘટે છે.