જીરું એક રીતનો મસાલો છે. ભારતમાં આનો મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. આ વ્યંજનોને સારો સ્વાદ આપે છે અને તેની સુગંધથી ડાયજેસ્ટિવ એન્જાઇમ સક્રિય થઇ શકે છે.
સમયસર ખોરાક ના ખાવાથી અને આચરકૂચર ખાવાથી અપચાની સમસ્યા થઇ શકે છે. પાચન સંબંધી વિકાર, ડાયરિયા, અપચો, ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્ચાઓનેમાં ખૂબ ઉપયોગી ગણાવમાં આવે છે.
જીરામાં રહેલા એન્ટિ-ઇંફ્લેમેટરી એન્ટિ-બેક્ટેરિયા અને એન્ટિ-ફંગલ ગુણ ઠંડીથી રક્ષણ મેળવવામાં મદદ કરે છે. સાથે જ ઈમ્યૂનિટીને વધારીને સંક્રમણથી લડવામાં મદદ કરે છે.
જીરું ઈમ્યૂનોમોડ્યૂલેટરીથી પ્રભાવીત હોય છે, જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે. જીરામાં રહેલું આયર્ન ઓક્સિજન શરીરની કોશીકાઓ સુધી પહોંચાડી ઈમ્ચૂનિટીને મજબૂત કરે છે.
જીરાના ઉપયોગથી વજન કંટ્રોલમાં રહે છે. વજન ઉતારવા માટે જીરાનું પાણી ગુણકારી ગણાય છે. જીરાના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી વધુ ફાયદો થાય છે.
આયર્નની ઉણપથી એનિમિયા એટલે કે લોહીની કમીની સમસ્યા થાય છે. આનાથી શરીર કમજોર થવા લાગે છે. આવી સમસ્યામાં જીરાનું સેવન કરવું જોઇએ.
જીરાના ગુણોમાં પેટનો દુખાવો અને ડાયરિયા જેવી સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. જીરામાં એનાલ્જેસિક ગુણ હોય છે, જે દર્દથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.