શું તમને ખબર છે? કોથમીરનું સેવન કરવાથી પણ ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે, ચાલો


By Vanraj Dabhi12, Oct 2023 12:24 PMgujaratijagran.com

કોથમીર

ખાવાનો સ્વાદ વધારનારી કોથમીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કોથમીરને વર્ષો જુની જડીબુટ્ટીમાંની એક ગણવામાં આવે છે અને તે એક ઉત્તમ ઔષધિ પણ છે.

બીમારીઓની સારવાર કરે

સામાન્ય રીતે કોથમીરનો ઉપયોગ દરેકના ઘરમાં થતો હોય છે. જો કે કોથમીરનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો.

બ્લડ સુગર લેવલ

કોથમીરની મદદથી ડાયાબિટીસના દર્દીઓ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. આટલું જ નહીં તે શરીરને અન્ય ઘણા ફાયદાઓ પણ પ્રદાન કરે છે.

ઇમ્યુનિટી સ્ટ્રોંગ

કોથમીરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સિવાય શરદી અને ઉધરસ જેવી બીમારીઓનું જોખમ ઘણું ઘટી જાય છે.

પાચનતંત્ર સારું કરે

કોથમીરનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. સાથે જ પેટનો દુખાવો અને ભૂખ ન લાગવાની સમસ્યા પણ દૂર થાય છે.

શ્વસનતંત્ર

શ્વાસ લેવામાં કોઈ સમસ્યા હોય તો કોથમીરનું સેવન કરો. કોથમીર ખાવાથી શ્વસનતંત્ર મજબૂત બને છે અને છાતીમાં દુખાવો જેવી સમસ્યામાં પણ રાહત મળે છે.

ત્વચા માટે ફાયદાકારક

કોથમીરનું સેવન ત્વચા માટે પણ ફાયદાકારક છે. આ ચહેરાના ડાઘ, ખીલ અને કરચલીઓ ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

ડાયાબિટીસ કંટ્રોલ

ડાયાબિટીસના દર્દીઓએ પણ કોથમીરનું સેવન કરવું જોઈએ. વાસ્તવમાં કોથમીરને ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

વાંચતા રહો

આવા સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ફિટ રહેવા માટે વધારે પડતી એક્સરસાઈઝ કરવાનું ટાળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે નુક્સાન