Coriander Juice: ખાલી પેટ કોથમીરનું જ્યૂસ પીવાના અઢળક ફાયદા


By Sanket M Parekh19, Feb 2025 04:20 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર

શરીરને તંદુરસ્ત રાખવા માટે ખાલી પેટ લીલી કોથમીરનું જ્યુસ પીવું જોઈએ. જેમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ, ફાઈબર અને કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.

પાચન માટે ફાયદેમંદ

ખાલી પેટ કોથમીરનું જ્યૂસ પીવું પાચન માટે ફાયદેમંદ સાબિત થઈ શકે છે, કારણ કે આ જ્યુસમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે.

વજન કંટ્રોલ કરશે

જો તમે વજન કંટ્રોલ કરવા માંગતા હોવ તો તમારે ખાલી પેટ કોથમીરનું જ્યુસ પીવું જોઈએ. જેમાં રહેલ હાઈ ફાઈબર વજન વધતુ અટકાવે છે.

બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે

કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ ખાલી પેટ કોથમીરનું જ્યુસ પીવું રામબાણ સાબિત થઈ શકે છે. આ જ્યુસ પીવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થઈ શકે છે.

ઈમ્યુનિટી વધારે

કોથમીરના પાનમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઑક્સિડેન્ટ મળી આવે છે. જે શરીરમાં ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. નિયમિત તેનું જ્યુસ પીવાથી તમે સિઝનલ બીમારીથી બચી શકો છો.

કેવી રીતે બનાવશો?

1 મુઠ્ઠી લીલી કોથમીરના પાન લો અને તેને બારીક કાપી લો. હવે પાણી અને કોથમીરના પાનને મિક્સરમાં નાંખીને પીસી દો. હવે આ મિક્સ્ચરને ગ્લાસમાં નાંખીને લીંબુનો રસ અને સંચળ મિક્સ કરીને પી લો.

વધારે મીઠું ખાવાના ગેરફાયદા