ઔષધીય ગુણોથી ભરપૂર ઘઉંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ મળે છે. આવો જાણીએ અંકુરીત ઘઉં ખાવાના ફાયદા વિશે.
- મેગ્નેશિયમ - વિટામિન સી - પ્રોટીન - ફોલેટ - આયર્ન
ફણગાવેલા ઘઉંમાં ફાયબરના ગુણો પ્રચુર માત્રામાં હોય છે. આના સેવનથી પાચન તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે અને આંતરડાના ગુડ બેક્ટેરિયા પણ સ્વસ્થ રહે છે.
ઘઉંમાં મેગ્નેનિજ નામનું પોષકતત્ત્વો હોય છે જે ઇન્ફ્લેમેશન અને સ્નાયુઓમાં દુખાવાથી રાહત મેળવવા માટે મદદ કરે છે.
અંકુરીત ઘઉંમાં ભરપૂર કાર્બ્સ હોય છે, બાળકોના વિકાસ માટે ખૂબ જ જરૂર તત્ત્વ છે. આને નિયમિત રીતે આહારમાં સામેલ કરો.
અંકુરીત ઘઉંનું સેવન કરવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં દદ મળે છે. આનાથી હૃદય સાથે જોડાયેલા રોગોનું જોખમ ઘટે છે. આમાં હૃદય માટે જરૂરી તત્ત્વ કોપરના ગુણો હોય છે.
ઘઉંમાં ફોલેટ હોય છે. આ વિટામિન બી સમૂહનું એક તત્ત્વ હોય છે, જે વિટામિન બી9ના નામેથી પણ ઓળખાય છે. આ ગર્ભાવસ્થામાં ફાયદાકારક હોય છે.
અંકુરીત ઘઉં એન્ટિઓક્સિડેન્ટ્સ, કેરોટીનોયડ અને લ્યૂટિનથી ભરપૂર હોય છે. આનું સેવન કરવાથી તમારી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.