સ્વસ્થ રહેવા માટે તમારે પોષણથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઇએ. તલ અને ગોળમાં જરૂરી પોષણ તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. જાણો ઠંડીમાં ખાવાના ફાયદા વિશે.
- વિટામિન ઈ - ફાયબર - કેલ્શિયમ - પ્રોટીન - કોપર
- કાર્બોહાઇડ્રેટ્સ - કેલ્શિયમ - પોટેશિયમ - મેગનેશિયમ - કેલેરી
તલ અને લાડુનું સેવન કરવાથી હાડકાને મજબૂતી મળે છે. આ કેલ્શિયમના ગુણોથી ભરપૂર હોય છે. તમે રોજ એક લાડુનું સેવન કરી શકો છો.
ઠંડીમાં શરીરની ઈમ્યૂનિટી વધારવા માટે તલ અને ગોળા લાડુ ખાવ. આનાથી તમે જલદી બીમાર નહીં પડો.
તલ અને ગોળના લાડુ ખાવાથી શરીરનેમાં લોહીની ઉણપ રહેતી નથી. આ આયર્નના ગુણોથી ભરપૂર હોય છે. આ શરીરમાં લાલ રક્ત કોશિકાઓને વધારવામાં મદદ કરે છે.
જો તમે સફેદ તલ અને ગોળના લાડુ ખાવ છો તો, તમને સ્ટ્રેસથી રાહત મળી શકે છે. આમાં એન્ટિઓક્સિડેન્ટ્સના ગુણો ભરપૂર માત્રામાં હોય છે.
તલ- ગોળના લાડુમાં ફાયબરના ગુણો હોય છે, જે તમારા પાચન તંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે. સાથે જ તેનું સેવન કરવાથી પેટની સમસ્યા પણ દૂર થાય છે.