પનીરમાં અનેક એવા પોષક તત્વો હોય છે, જે શરીરની ઈમ્યૂન પાવરને વધારવામાં મદદ કરે છે. 40 ગ્રામ પનીરમાં રહેલ પ્રોટીન, કેલ્શિયમ જે ઈમ્યૂન પાવરને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.
જો તમે દરરોજ 40 ગ્રામ પનીરનું સેવન કરશો, તો તેનાથી ચહેરા પર ગ્લો લાવી શકાય છે.
40 ગ્રામ પનીરને રાતે ડિનરમાં ખાવાથી અનિંદ્રામાં રાહત મળી શકે છે. જેનાથી ગાઢ ઊંઘ આવવામાં મદદ મળશે. કાચુ પનીર ખાવાથી શરીરમાં હેપ્પી હોર્મોન રિલીઝ થાય છે.
હાડકાને મજબૂત રાખવા માટે કેલ્શિયમ અને વિટામિન-ડીની જરૂર પડે છે. દરરોજ 40 ગ્રામ પનીર ખાવાથી શરીરને આ બન્ને તત્વો પુષ્કળ પ્રમાણમાં મળે છે. જેથી હાડકા મજબૂત બને છે.