ઘણા લોકોને ચા પીવાના શોખીન હોય છે. ઠંડા હવામાનમાં ચા પીવી જ જોઈએ.
મોટાભાગના લોકો ખાંડ વાળી ચા પીતા હોય છે, પરંતુ અમે તમને ગોળ વાળી ચા પીવાના ફાયદા વિશે જણાવિશું.
ગોળની ચામાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, સેલેનિયમ, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.
ગોળની ચામાં ઝિંક અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
ગોળની ચામાં હાજર મેગ્નેશિયમ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો કફ અને શરદીથી રાહત આપે છે.
ગોળમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપે છે. આ પીરિયડ્સનો દુખાવો ઓછો કરી શકે છે.
ગોળની ચામાં આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ તત્વો ત્વચાને સાફ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.