સોપારીને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ઔષધી રૂપ ગણવામાં આવે છે. સોપારીને ખાવાથી મોઢાં અને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યા દૂર થઇ શકે છે. આવો જાણીએ સોપારીને દવા કરતાં વધુ અસરકારક કેમ ગણવામાં આવે છે.
વધુ માત્રામાં સોપારી ચાવવી દાંતો માટે ફાયદાકરક નથી, પરંતુ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાથી દાંતોને લગતી ઘણી સમસ્યામાં રાહત મળી શકે છે. તેમાં રહેલું એન્થેલ્મિટિક ગુણ કેવિટીના કારણે દાંત થતા નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે.
સોપારી ચાવવાથી મોઢાંમાં લાળનું નિર્માણ તાય છે. ડ્રાય માઉથની સમસ્યામાં સોપારીનું સેવન લાળ બનાવવામાં મદદ કરી શકે છે.
મોઢાં અથવા હોઠ પર અલ્સરની સમસ્યા રહે છે, તો આમા સોપારીનું સેવન ફાયદાકારક બની શકે છે. સોપારીમાં ઘણા એવા ગુણકારી પોષકતત્ત્વો રહેલા હોય છે, જે મોઢાંના છાલાના બળતરા અને સોજાથી રાહત અપાવામાં મદદ કરી શકે છે.
સોપારીમાં અલ્કફ્લોઇડ રહેલું હોય છે, જેનામાં એન્ટિ-મસ્કેરેનિક ગુણ હોય છે. આ ગુણોની મદદથી સ્નાયુઓ નરમ રહે છે અને અંદરથી મજબૂતી પ્રાપ્ત થાય છે.
સોપારીનું સેવન થાક અને તણાવને ઘટાડવામાં મદદ કરે છે. સોપારીનું સેવન કરવાથી તેમાં રહેલું તત્ત્વ બ્લડ ફ્લોને બુસ્ટ કરે છે. જેનાથી તણાવ ઘટે છે અને શરીર એનર્જેટિક રહે છે.