ગુલાબ જળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્યારે ગુલાબ જળથી નાહવાના ફાયદા વિશે તમને જણાવીએ.
ગુલાબજળમાં વિટામિન સી, એન્ટીસેપ્ટિક અને એન્ટીઓક્સિડન્ટના ગુણ હોય છે. તેને પાણીમાં મિક્ષ કરીને નહાવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.
ગુલાબ જળને પાણીમાં નાંખીને નહાવાથી સ્કિન નીખરે છે. તેનાથી ચહેરા પર ચમક અને ચીકાસ પણ વધે છે.
વાતાવરણમાં બદલાવ અને પ્રદૂષણને લીધે સ્કીન ડ્રાય થઈ જાય છે. પાણીમાં ગુલાબજળ મિક્ષ કરીને નહાવાથી સૂકી સ્કિન દૂર થાય છે.
ગુલાબજળમાં એન્ટી બેક્ટેરિઅલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. તેને પાણીમાં મિક્ષ કરીને નહાવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે.
પાણીમાં ગુલાબ જળ મિક્ષ કરીને નહાવાથી સ્કીન સ્મૂથ થાય છે. તેમાં રહેલા તત્વ ડેડ સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે.
પાણીમાં એકથી બે ઢાંકણા ગુલાબ જળ મિક્ષ કરીને નહાવાથી શરીરમાંથી આવતી દુર્ગંધ દૂર થશે. આ ઉપરાંત શરીર ફ્રેશ રહેશે.
નહાતી વખતે પાણીમાં ગુલાબ જળ મિક્ષ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તેનાથી સ્કીનને પોષણ પણ મળતું રહે છે.