By Smith Taral10, Apr 2024 01:33 PMgujaratijagran.com

ઉનાળાની ઋતુમાં ગરમીના લીધે પરસેવાની સમસ્યા રહેતી હોય છે. આ ઋતુમાં સાબુની જગ્યાએ જો તમે બેસનના લોટથી ન્હાશો તો અઢળક ફાયદા મેળવી શકો છો

ચણાનો લોટ ત્વચા માટે કેમ ફાયદાકારક છે?

ચણાના લોટમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આ ગુણોના લીધે તે ત્વચા માટે ઘણું સારું માનવામા આવે છે. જો તમને તેને પિમ્પલ્સની સમસ્યા રહેતી હોય તો આ ઉપચાર અજમાવો.

ડ્રાય સ્કિનથી છુટકારો

ચણાના લોટમાં અને દહીં ઉમેરી તેની પેસ્ટ બનાવીને શરીરની ડ્રાયનેસ ઓછી કરી શકો છો, અને મુલાયમ બનાવે છે.

ઓઇલી ત્વચા

ચણાના લોટમાં લીંબુનો રસ, હળદર અને ગુલાબજળ મિક્સ કરી તેને પેસ્ટને તમારા આખા શરીર પર લગાવો,, આનાથી એક્સ્ટ્રા ઓઇલ દૂર થશે.

ચહેરા પર આવશે ગ્લો

ચણાના લોટમાં એલોવેરા જેલ મિક્સ કરો અને પછી તેને આખા શરીર પર લગાવો.

ત્વચાને હાઇડ્રેટેડ રાખો

તમે ચણાના લોટમાં ગુલાબજળ મિક્સ કરીને પણ સ્નાન કરી શકો છો. આનાથી શરીરને ઠંડક મળે છે.

ચણાના લોટ

જો તમે ઈચ્છો તો ચણાના લોટમાં કંઈપણ ઉમેર્યા વગર સીધું સ્નાન પણ કરી શકો છો.

ચણાના લોટથી સ્નાન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

રસોડાની સફાઈ કરીને કંટાળી જાવ છો? આ ટિપ્સ વડે તમારું કિચન ઝડપથી ચમકાદાર બનશે