વિટામિન E કેપ્સૂલમાં લીંબુ મિક્સ કરીને ત્વચા પર લગાવાના ફાયદા


By Hariom Sharma08, Aug 2023 08:20 PMgujaratijagran.com

ત્વચા પર રહેલા ડાઘા-ધબ્ભા અને કરચલીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે વિટામિન E કેપ્સૂલમાં લીંબુ મિક્સ કરીને લગાવવું ખૂબ જ ફાયદાકાર છે. વિટામિન E કેપ્સૂલ શરીરમાં કોલેજનની માત્રા વધારે છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ વિટામિન E કેપ્સૂલમાં લીંબુ મિક્સ કરીને લગાવવા વિશે.

ખીલથી છુટકારો

વિટામિન E કેપ્સૂલ અને લીંબુનું મિશ્રણ ખીલથી છુટકારો મેળવવા માટે એક સારો વિકલ્પ છે. લીંબુમાં રહેલા ગુણ ઓઇલી સ્કિનની સુધારીને તેને ઠંડક આપે છે. જેનાથી ખીલ દૂર કરવામાં મદદ મળે છે અને વિટામિન E ચહેરાને શાઇનિંગ આપે છે.

ગ્લો વધારે છે

ચહેરા પર વિટામિન E કેપ્સૂલ અને લીંબુનું મિશ્રણ લગાવવાથી ત્વાચાનું કોલેજન લેવલ વધે છે, જે સ્કિનની ગ્લોઇંગ અને શાઇનિંગ વધારે છે. આ ફેસ પેક ત્વાચાના પોર્સને પોષણ આપે છે.

એક્જિમામાં ફાયદાકારક

એક્જિમાના કારણે ત્વચા પર લાલ ચકામા પડવા લાગે છે, આનાથી રાહત મેળવવા માટે ચહેરા પર પ્રભાવિત ભાગ પર વિટામિન E કેપ્સૂલ અને લીંબુથી બનેલું મિશ્રણ લગાવવાથી ખૂબ જ ફાયદો મળે છે.

સ્કિન બર્નથી રાહત

વિટામિન E કેપ્સૂલમાં એન્ટિસેપ્ટિક ગુણો હોય છે, જે સ્કિન બર્નમાં રાહત અપાવવામાં મદદ કરી શકે છે. આ મિશ્રણ ચહેરા પર બલ્ડ ફ્લો સુધારીને સ્કિન બર્નની સમસ્યામાં રાહત મેળવવામાં મદદ કરે છે.

ફેસ પેક બનાવવાની રીત

2 વિટામિન E કેપ્સૂલનું ઓઇલ કાઢો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને ચહેરા પર ત્વચા કોઇ પણ ભાગ પર લગાવો.

ટેન્શનથી છુટકારો મેળવવા માટે આ કામ કરો