નાભિમાં ગુલાબજળ લગાવવાથી શું ફાયદો થાય છે, ચાલો જાણીએ


By Vanraj Dabhi10, Sep 2023 10:30 AMgujaratijagran.com

નાભિ

નાભિ એ શરીરનું મહત્વનું અંગ છે, નાભિમાં કોઈપણ વસ્તુ રાખવાથી શરીરના અન્ય ભાગો પર પણ અસર થાય છે.

ગુલાબજળ

આંખો અને ત્વચા સિવાય નાભિ પર પણ ગુલાબજળ લગાવવામાં આવે છે, પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે, ચાલો જાણીએ તેને લગાવવાના ફાયદાઓ વિશે.

આરામદાયક ઊંઘ

ઘણા લોકોને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા હોય છે આ સમસ્યાને દૂર કરવા માટે રાત્રે સૂતી વખતે નાભિમાં ગુલાબજળના 1-2 ટીપાં નાખો.

સનબર્ન

જો તમને સનબર્નની સમસ્યા હોય તો રોજ નાભિમાં ગુલાબજળના થોડા ટીપાં નાખો,તેની અસર ટૂંક સમયમાં જોવા મળશે.

પિમ્પલ્સ

જો તમે તમારા ચહેરા પર દેખાતા પિમ્પલ્સથી પરેશાન છો તો ગુલાબજળ તેનાથી રાહત અપાવી શકે છે, નિયમિતપણે નાભિમાં ગુલાબજળ નાખો.

ત્વચા પર ગ્લો

રોજ નાભિમાં ગુલાબજળ રાખવાથી ત્વચાના રંગ પર અસર થાય છે,ગુલાબજળ ત્વચાને સુધારી શકે છે.

ડાર્ક સર્કલ

જો તમને ડાર્ક સર્કલ હોય તો રોજ નાભિમાં ગુલાબજળના 2 ટીપાં નાખો.આવું નિયમિત કરવાથી ડાર્ક સર્કલથી છુટકારો મેળવી શકો છો.

રાત્રે ફાયદાકારક

રાત્રે સૂતા પહેલા નાભિ પર ગુલાબજળ લગાવવાનો શ્રેષ્ઠ સમય છે,સૂતા પહેલા ગુલાબજળ લગાવવાથી તેની અસર ઝડપથી થાય છે.

વાંચતા રહો

આવા વધુ જીવનશૈલી સંબંધિત સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લાંબા અને કાળા વાળ કરવા માટે આ તેલ લગાવો