ન્હાતા પહેલા વાળમાં ડુંગળીના રસનો ઉપયોગ કરવાથી તમે તમારા વાળ ખરવાની સમસ્યા ઓછી કરી શકો છો, કારણ કે આ રસમાં કમ્પાઉન્ડ તરીકે કેરાટિન હોય છે. કેરાટિન વાળની મજબૂતી વધારે છે.
ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જે વાળના ગ્રોથને વધારે છે. ન્હાવાના અડધા કલાક પહેલા વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ ઝડપથી લાંબા થાય છે.
ન્હાવાના અડધા કલાક પહેલા ડુંગળીના રસને વાળમાં સારી રીતે લગાવવાથી ડેન્ડ્રફને ઓછો કરી શકાય છે. જેમાં એન્ટી ફંગલ ગુણ હોય છે, જે ડેન્ડ્રફ પેદા કરતા ફંગસને મારી શકે છે.
ડુંગળીના રસમાં વિટામિન સી અને વિટામિન બી-6 સહિત અન્ય મિનરલ્સ હોય છે. જે વાળની થિકનેસને વધારવામાં મદદ કરે છે.
ડુંગળીના રસનો ઉપયોગ વાળને સિલ્કી અને ચમકદાર બનાવવા માટે કરી શકાય છે. ન્હાવાના થોડા સમય પહેલા વાળમાં સારી રીતે ડુંગળીનો રસ લગાવો અને ફિંગર ટિપની મદદથી સ્કેલ્પની મસાજ કરો.
ડુંગળીના રસને વાળમાં લગાવવાથી તે ગંધ છોડી શકે છે. તમારે ન્હાતા સમયે સારી રીતે શેમ્પુ કરીને વાળને ધોવા જોઈએ, જેથી માથામાંથી ડુંગળીની દુર્ગંધ દૂર થઈ શકે છે.