ચહેરા પર મુલતાની માટી લગાવવાથી ડાઘ-ધબ્બામાં રાહત મળે છે. જેનાથી મળનાર લાઈટનિંગ ઈફેક્ટ ડાઘ-ધબ્બાને ઓછા કરીને ચહેરાને નેચરલ ગ્લો આપે છે.
મુલતાની માટી અને લીમડાનો ફેસપેક બનાવીને લગાવવાથી ત્વચા પર નીકળનારી કચરલી ઓછી થઈ જાય છે. જેને લગાવવાથી સ્કિન ખેંચાય છે, જેથી કરચલી ઝડપથી ઓછી થાય છે.
ચહેરા પર મુલતાની માટી અને લીમડાનો ફેસપેક બનાવીને લગાવવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થાય છે અને ખીલ ઓછા થાય છે. જેના કારણે સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.
મુલતાની માટી અને લીમડાના ફેસપેકનો ઉપયોગ કરવાથી એક્નેની સમસ્યા ઓછી થાય છે. જેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે, જે એક્ને પેદા કરનાર બેક્ટેરિયાને મારીને એક્ને ઓછા કરે છે.
મુલતાની માટી અને લીમડાની પેસ્ટ બનાવીને લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે. આથી તમે આ પેસ્ટ ગરમીની સિઝનમાં લગાવી શકો છો.