રાતે સૂતા પહેલા ચહેરા પર મલાઈ લગાવી લો, સવારે સ્કિનની ચમક જોઈને સૌ થઈ જશે દંગ


By Sanket M Parekh10, Aug 2023 04:44 PMgujaratijagran.com

સ્કિનના મોઈસ્ચર પ્રોટેક્શન

મલાઈમાં રહેલ પોષક તત્વ અને વિટામિન તમારી ત્વચાના મોઈસ્ચર જાળવી રાખવામાં મદદ કરી શકે છે. જેનાથી સ્કિનની ડ્રાયનેસની સમસ્યા નથી નથી. રાતે સૂતા પહેલા મલાઈ લગાવીને સૂવાથી સ્કિન ડ્રાય નહી થાય.

ચહેરાની સ્કિનને સૉફ્ટ કરવા

મલાઈ ચહેરાની સ્કિને ચિકાશ પ્રદાન કરે છે, જેથી તમારો ચહેરો મુલાયમ અને સુંદર દેખાય છે. ડ્રાય સ્કિનની સમસ્યાથી પરેશાન હોવ, તો દરરોજ રાતે સૂતા પહોલા ચહેરા પર મલાઈ લગાવવી ફાયદેમંદ સાબિત થઈ શકે છે.

એન્ટી એજિંગ અસર

મલાઈમાં રહેલ વિટામિન અને પ્રોટીનની મદદથી સ્કિન પર વધતી વયના લક્ષણો ઓછા કરી શકાય છે. દરરોજ રાતે સૂતા પહેલા ચહેરા પર મલાઈ લગાવવાથી તમારી સ્કિન પર રહેલ કરચલી ઓછી કરી શકાય છે.

સ્કિન બ્રાઈટનિંગ

મલાઈમાં મળી આવતુ લેસ્ટિક એસિડના કારણે, તે તમારી સ્કિનના રંગમાં સુધારો કરી શકે છે. દરરોજ રાતે સૂતા પહેલા ચહેરા પર મલાઈ લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે.

ત્વચાનું પોષણ

મલાઈમાં રહેલ વિટામિન અને પ્રોટીન તમારી સ્કિનને પોષણ પુરુ પાડે છે. જેનાથી સ્કિનને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. દરરોજ રાતે સૂતા પહેલા ચહેરા પર મલાઈ લગાવવાથી સ્કિન સ્વસ્થ રહે છે.

તારા સુતરિયાના લહેંગા સાથે ટ્રેન્ડી ચોલી લુક્સ