વાળમાં મહેંદી લગાવવાના આ ફાયદા તમારે જાણવા જોઈએ


By Jivan Kapuriya18, Aug 2023 03:43 PMgujaratijagran.com

મહેંદીના ફાયદા

મહેંદી માત્ર સફેદ વાળને છુપાવવા માટે જ ઉપયોગી નથી, પરંતુ તે વાળને ઘણા ફાયદા આપે છે.આવો જાણીએ વાળમાં મહેંદી લગાવવાના ફાયદા વિશે.

કલર કરતા સારી

ઘણા લોકો સફેદ વાળને કાળા કરવા માટે કેમિકલયુક્ત કલરનો કરતા હોય છે,તેના બદલે મહેંદીનો ઉપયોગ કરવો વધુ સારું છે તે વાળને કુદરતી રીતે કલર વાળા કરે છે.

ઓક્સિડેટીવ તણાવ

ઓક્સિડેટીવ તણાવને વાળ ખરવાનું અને વાળ સફેદ થવાનું કરણ માનવામાં આવે છે. આ તણાવથી ક્ષતિગ્રસ્ત વાળ પર મહેંદી લગાવવાથી ફાયદો થાય છે.

કુદરતી કન્ડીશનર

મહેંદીને કુદરતી કન્ડીશનર કહેવામાં આવે છે.જો તમે તમારા વાળને કુદરતી રીતે કન્ડીશન કરવા માંગો છો તો મહેંદી એક સારો વિકલ્પ છે.

ડેન્ડ્રફ

મહેંદીમાં લોસન નામનું કેમિકલ કમ્પાઉન્ડ જોવા મળે છે જે ડેન્ડ્રેફને સાફ કરવામાં મદદરૂપ છે.

પીએચ સંતુલન

મહેંદી લગાવવાથી વાળના પીએચને સંતુલિત કરવામાં પણ મદદ મળે છે.તેનાથી વાળની ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.

ફૂગ અટકાવો

મહેંદીના એન્ટી ફંગલ ગુણ માથાની ચામડીની સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.

એન્ડ્રોજેનિક ઉંદરી

એન્ડ્રોજેનિક એલોપેસીયા (વાળ ખરવાની સમસ્યા)માં પણ મહેંદીફાયદાકારક હોવાનું રહેવાય છે.

વાળની વૃદ્ધિ

મહેંદી લગાવવાથી વાળના વિકાસમાં પણ ફાયદો થાય છે.મહેંદીના ગુણ વાળને લાંબા કરવામાં પણ મદદરૂપ થાય છે.

સીલ્કી વાળ

મહેંદી વાળની સુંદરતા બમણી કરે છે. મહેંદીલગાવવાથી વાળની ચમક વધે છે.

સનબર્નથી ત્વચાને બચાવવા આટલું કરો