ઠંડીમા ગાયના ઘીને નાભિમા લગાવવાના 7 ફાયદા


By Prince Solanki27, Dec 2023 02:47 PMgujaratijagran.com

ઘી

ગાયના ઘીમા ઘણા પ્રકારના ગુણ હોય છે તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. સામાન્ય રીતે લોકો ઠંડીમા નાભિમા ગાયનુ ઘી લગાવતા હોય છે. ગાયનુ ઘી એક ઠંડો ખોરાક છે , જેથી તેનો ઉપયોગ કોઈપણ સમયે કરી શકાય છે. ચલો જાણીએ ઠંડીમા નાભિમા ઘી લગાવવાના ફાયદા વિશે.

સાંધાના દુખાવામા રાહત

સાંધાના દુખાવા માથી રાહત મેળવવા માટે તમે નાભિમા ગાયનુ ઘી લગાવી શકો છો. તમે રાતે સૂતા પહેલા નાભિમા ગાયના ઘીની માલિશ કરી શકો છો.

શરદી તાવમા રાહત

ઠંડીમા લોકો શરદી અને તાવનો સામનો કરતા હોય છે. એવામા ઠંડીમા થતી શરદી અને તાવ જેવી સમસ્યાઓથી છૂટકરો મેળવવા માટે તમે ગાયના ઘીની માલિશ કરી શકો છો.

કબજિયાતમા રાહત

કબજિયાતની સમસ્યામા ગાયનુ ઘી ઉપયોગી સાબિત થાય છે. રાતે સૂતા પહેલા ગાયના ઘીના કેટલાક ટીપા તમે નાભિમા લગાવો છો, તો પેટ સંબધિત સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો અને કબજિયાતમા રાહત મળે છે.

પીરિયડ્સના દુખાવામા રાહત

મહિલાઓ પીરિયડ્સમા અસહ્ય દુખાવાનો સામનો કરે છે. એવામા આ સમયગાળા દરમિયાન થતા દુખાવાને ઓછો કરવા માટે ગાયના ઘીનો ઉપયોગ કરી શકાય છે. નાભિમા દેશી ઘીને લગાવવાથી મહિલાઓને પીરિયડ્સના દુખાવામા રાહત મળે છે.

આંખની રોશની સ્થિર કરે

ગાયના ઘીના ઉપયોગથી આંખ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. તેનાથી આંખોનુ સૂકાપણુ દૂર થાય છે. ગાયના ઘીના ઉપયોગથી કમજોર નજરની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકાય છે.

ચામડીની ચમક માટે

રાતે સૂતા પહેલા ગાયના ઘીને નાભિમા લગાવવાથી ચામડી સંબધિત સમસ્યાઓ દૂર થાય છે. નેચરલ થેરાપીમા તેના ઉપયોગથી ઘણી સમસ્યાઓ માથી રાહત મળે છે.

વાળની સમસ્યા થશે દૂર

સફેદ વાળ અને વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે ગાયના ઘીનો ઉપયોગ કરી શકો છો. વાળને સ્વસ્થ રાખવા માટે ગાયનુ ઘી નાભિમા લગાવી શકાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સફેદ વાળમાથી મેળવવો છે છૂટકારો? તો અપનાવો આ ઉપાયો