નાળીયેળનું તેલ શરીર પર લગાવવું ઘણું લાભદાયી છે. તેમાં રહેલા ઓષધિય ગુણ શરીરની અનેક સમસ્ચામાં ઉપયાગી સાબિત થઈ શકે છે. ચલો નાળીયેળનાં તેલથી શરીરને થતા ફાયદાઓની વિસ્તૃતમાં ચર્ચા કરીએ.
જો તમારા વાળ સતત ખર્યા કરે છે તો નાહવા જતાં પહેલા વાળમાં નાળીયેળનાં તેલને લગાવો. નાળીયેળનાં તેલમાં રહેલું લૌરિક એસિડ વાળને મજબૂત બનાવે છે. નાળીયેળનાં તેલનાં ઉપયોગથી વાળ સૂંવાળા પણ બને છે.
નાળીયેળનું તેલ ઈજાનાં સમયે થયેલા ઘાને ભરવામાં મદદ કરે છે. ઈજા થયેલી જગ્યાએ નાળિયેલ તેલ લગાઈને પટ્ટીથી ઢાંકી દેવાથી ઘા જલ્દી ભરાય છે.
નાળીયેળનું તેલ મગજ માટે ખૂબ જ ફાયદારુપ સાબિત થાય છે. નાળીયેળનાં તેલમાં રહેલું મીડિયમ ચેન ટ્રાઈગ્લિસઈડ્સ અલ્ઝાઈમર તથા ખેંચ જેવી સમસ્યાનાં ઈલાજમાં ઉપયોગી બને છે.
નાળીયેળ તેલથી 10 મિનિટ કોગળા કરવાથી મોં નાં બેક્ટેરીયા ખતમ થાય છે. મોંનાં બેક્ટેરીયા દાંતનાં પેઢાની બિમારીનું કારણ બની શકે છે. જેથી સવારમાં ઉઠીને 10 મિનિટ નાળીયેળ તેલનાં કોગળા જરુરથી કરો.
જો તમને ચામડીમાં કોઈ પણ પ્રકારની બળતરા થાય છે તો નાળીયેળ તેલથી બળતરાવાળી જગ્યા પર હળવા હાથે માલિસ કરો. આ બળતરા સાથે સાથે એલર્જીને પણ દૂર કરે છે.