ઠંડીમા અંજીર ખાવાથી શરીરને ગરમી મળે છે તથા ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. તમે અંજીર તો ઘણીવાર ખાધી હશે પણ શુ તમે અંજીરનો હલવાનુ સેવન કર્યુ છે ખરી? તો ચલો જાણીએ અંજીરના હલવાથી મળતા સ્વાસ્થ્ય સંબધિત મળતા ફાયદાઓ વિશે.
અંજીરમા અનેક ગુણો રહેલા હોય છે. તેમા ભરપૂર માત્રામા વિટામિન એ, સી, કે, પ્રોટીન, જિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, એંટી ઓક્સિડેંટ્સ, ફાઈબર જેવા અનેક પોષકતત્વો રહેલા હોય છે. અંજીરનો હલવો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણદાયી હોય છે.
અંજીરના હલવાના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે. અંજીરમા ફાઈબરની માત્રા વધુ હોય છે. તે પાચનતંત્ર સંબધિત સમસ્યાઓથી શરીરને બચાવે છે.
અંજીરમા એંટી ઓક્સિડેંટ્સ ગુણ હોય છે. જેથી તેના સેવનથી શરીરની રોગપ્રતિકારકશક્તિમા વધારો થાય છે. જેના કારણે ઠંડીમા થતી અનેક બીમારીઓથી બચી શકાય છે.
જો કોઈના શરીરમા લોહીની ઉણપ છે, તો તેણે અંજીરના હલવાનુ સેવન કરવુ જોઈએ. અંજીરના સેવનથી આયરન લાલ બ્લડ સેલ્સનુ નિર્માણ થાય છે. તેના કારણે લોહી પણ વધે છે.
જો કોઈ વ્યક્તિને બ્લડપ્રેશરની સમસ્યા છે તો તેણે ડાયટમા અંજીરના હલવાને જરુરથી સામેલ કરવો જોઈએ. તેમા ભરપૂર માત્રામા પોટેશિયમનુ પ્રમાણ રહેલુ હોય છે, જે બ્લડપ્રેશરને નિયંત્રણમા રાખે છે.
અંજીરનો હલવો બનાવવા માટે તમારે ઉકળતા ગરમ પાણીમા ડ્રાઈફૂટ્સને પકાવી લેવા જોઈએ. હવે એક પાત્રમા ઘીને ગરમ કરો અને તેમા બદામ પાઉડરને શેકાવા દો. ત્યારબાદ અંજીર, મિલ્ક પાઉડર, અળધો કપ પાણી અને ખાંડને સાથે મિલાવો. આ મિશ્રણને થોડીવાર માટે પકાવા દો. તેમા ઈલાયચી પાઉડરને ઉમેરો.