પોટેશિયમ,આયર્ન,કેલશિયમ,મેગ્નેશિયમ,વિટામિન-સી વગેરે પોષક તત્વો દાડમમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
આજે અમે તમને દાડમનું સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે જણાવીશું.
વિટામિન-સીના ગુણોથી ભરપૂર દાડમ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારમાં અસરકારક માનવામાં આવે છે.
દાડમમાં ફાઈબર પણ જોવા મળે છે, જે પાચન પ્રક્રિયાને યોગ્ય રાખવામાં ફાયદાકારક છે.
વૃદ્ધત્વ વિરોધી ગુણોથી ભરપૂર દાડમ ત્વચાના કોષોને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે.
દાડમમાં રહેલ એન્ટી-ઓક્સીડેન્ટ કોષોની અનિયંત્રિત વૃદ્ધિને રોકવામાં મદદરૂપ સાબિત થાય છે.
મોઢાના શ્વાસમાં આવતી દુર્ગંધ અને દાંતના દુખાવાથી રાહત મેળવવા માટે દાડમનું સેવન પણ કરી શકાય છે.
એનિમિયાથી પીડિત લોકોએ દરરોજ દાડમનું સેવન કરવપં જોઈએ. તે શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદરૂપ છે.
દાડમ ખાવાથી પણ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે, કારણ કે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.
આ સમાચાર માત્ર સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ ચોક્કસ માહિતી માટે યોગ્ય નિષ્ણાતની સલાહ લો.