બદામ અને મધ મિલાવીને ખાવાથી શરીરને અનેક ફાયદાઓ મળે છે. ચલો જાણીએ બદામ અને મધને સાથે મિલાવીને ખાવાથી શરીરને મળતા ફાયદાઓ વિશે.
એક્સપર્ટ વરુણ કત્યાલના જણાવ્યા પ્રમાણે બદામ અને મધમા રહેલા અનેક પોષકતત્વો શરીરને અનેક બીમારીઓથી દૂર રાખે છે. આ ઉપરાંત બન્નેને ખાવાથી શરીર પણ ફિટ રહે છે.
બદામમા ફાઈબર, આયરન, ઝિંક, વિટામિન જેવા પોષકતત્વો રહેલા હોય છે. જ્યારે મધમા મેગ્નેશિયમ, સોડિયમ , વિટામિન જેવા પોષકતત્વો હોય છે.
બદામ અને મધ બન્નેમા કેલ્શિયમની માત્રા વધુ હોય છે. તે શરીરના હાડકાઓને મજબૂત કરવામા મદદ કરે છે. માટે રોજ તેનુ સેવન કરવુ જોઈએ.
બદામ અને મધનુ મિશ્રણ શરીરનુ વજન ઓછુ કરવામા મદદ કરે છે. તેમા રહેલા ઘણા પોષકતત્વો શરીરમા રહેલી વધારાની ચરબીને ખતમ કરે છે.
વાળને મજબૂત બનાવવા માટે બદામ અને મધનુ મિશ્રણ તમારા ડાયટમા સામેલ કરો. તેમા રહેલા વિટામિન અને પ્રોટીન વાળને મુલાયમ અને મજબૂત બનાવે છે.
બદામ અને મધના મિશ્રણનુ સેવન કરવાથી ડ્રાઈ સ્કિન અને એક્જિમા જેવી સમસ્યાઓમા રાહત મળે છે.