અખરોટ દિમાગની સાથે સાથે શરીરના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, પરંતુ શુ તમે ક્યારેય પલાળેલા અખરોટ વિશે સાંભળ્યુ છે ખરી . જણાવી દઈએ કે સૂકા અખરોટની તુલનામા પલાળેલા અખરોટ વધારે ફાયદાકારક હોય છે. ચલો જાણીએ તેના ફાયદા વિશે.
એક્સપર્ટ ડો. સુગિતા મૂટરેજાના કહ્યા પ્રમાણે પલાળેલા અખરોટ મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ 2 અખરોટ ખાવાથી હાડકાઓ મજબૂત બને છે.
અખરોટમા કોપર, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે, જે શરીરને સ્વસ્થ રાખ છે.
પલાળેલા અખરોટમા કેલ્શિયમની માત્રા ખૂબ જ વધુ હોય છે, જેથી રોજ તેનુ સેવન કરવાથી શરીરના હાડકાને મજબૂતી મળે છે.
પલાળેલા અખરોટ ખાવાથી વજન નિયંત્રણમા રહે છે. જણાવી દઈએ કે ભરપૂર માત્રામા ફાઈબર હોય છે. તેનુ સેવન કરવાથી ભૂખ કંટ્રોલમા રહે છે.
બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે તમે રોજ સવારે 2 અખરોટ ખાઈ શકો છો. તે ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓને પણ તેના સેવનના ફાયદા મળે છે.
અખરોટમા રહેલા ફાઈબર, કેલ્શિયમ, પ્રોટીન, આયરન જેવા પોષકતત્વો રહેલા હોય છે. સાથે જ તેને ખાવાથી મગજની માંસપેશીઓ મજબૂત થાય છે.