આંબલી ભોજનનો સ્વાદ તો વધારે છે સાથે સાથે તે શરીર માટે પણ ફાયદાકારક છે. જો તમે ડાયટમાં આંબલીને સામેલ કરો છો તો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમા વધારો થાય છે અને વજનમા ઘટાડો કરવામા મદદ કરે છે. ચલો તેના ફાયદા વિશે જાણીએ.
આંબલીમા વિટામિન એ, સી, ઈ, કે, બી6, મેગ્નેશિયમ, ફોસ્પરસ, પ્રોટીન, કેલ્શિયમ, એંટી ઓક્સિડેંટ જેવા પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ પોષકતત્વો શરીરને અનેક સમસ્યાઓ માથી બચાવે છે.
હૃદય માટે આંબલી ખૂબ જ લાભદાયી છે. તેમા રહેલા એંટી ઓક્સિડેંટ ફ્રી રેડિકલ્સથી છૂટકારો આપાવે છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખે છે.
આંબલીમા એંટી ડાયાબિટીક ગુણ રહેલા છે જે લોહીમા રહેલા શુગરના પ્રમાણને નિયંત્રણ કરે છે. જો કે ડાયાબિટીસ દર્દીઓ માટે ડાયટમા કંઈ પણ સામેલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
આંબલીમા રહેલા ઔષધિય ગુણો પાચનતંત્ર સંબઘિત સમસ્યાઓ દૂર કરે છે. આંબલીનુ સેવન કરવાથી પાચનક્રિયામા સુધારો આવે છે જે પાચનતંત્રની સમસ્યાઓ દૂર કરે છે.