ખરાબ જીવનશૈલી અને ખાવાપીવાની ખરાબ આદતોના કારણે શરીરનુ વજન વધવા લાગે છે. જેથી શરીરને તંદુરસ્ત અને ફિટ રાખવા માટે જિમ જવું જરુરી છે પણ કોઈક કારણોસર જિમ ન જવાતુ હોય તો તમે ઘરે જ આ 5 કસરતો કરી શકો છો.
શરીરને ફિટ રાખવા માટે સ્ટ્રેચીંચગ તથા વેટ લિફ્ટિગ કરો. તેનાથી માંસપેશીઓ મજબૂત બને છે અને તાકાતમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત તે હાડકાઓને પણ મજબૂત કરે છે. આ માટે રોજ શરીરને 10 મિનિટ સ્ટ્રેચ કરો.
કમરથી લઈને પગ સુધીના ભાગને મજબૂત રાખવા માટે સ્કોટ્સ એક સારી કસરત છે. સ્કોટ્સ કરવાથી વજન ઓછુ થાય છે. આ માટે તમે ઘરે જ 20 મિનિટ સ્કોટ્સ કરી શકો છો.
આખા શરીરને ફિટ રાખવા માટે બર્પી કસરત કરો. આ કસરત કરવાથી પગ અને છાતીના સ્નાયુઓ મજબૂત બને છે. આ કસરતમા પુશ અપ, જંપિગ, સ્કોટ્સ એક સાથે કરવામાં આવે છે.
શરીરના સ્નાયુઓને મજબૂત રાખવાની સાથે સાથે પેટના સ્નાયુઓને પણ આ કસરત મજબૂત રાખવામા મદદ કરે છે. આ કસરતને રોજ 45 મિનિટ કરવાથી ખૂબ ફાયદા મળે છે.
કસરત કરવાની સાથે તમારે તમારા ખાવા પીવામાં પણ ધ્યાન રાખવુ ખૂબ જ જરુરી છે. આ માટે પોતાનો ભોજનમાં ફળો અને શાકભાજી વધારે સામેલ કરો.