Eye Care Tips: આંખોનું તેજ વધારવા માટે આ ઘરેલુ ટિપ્સ અપનાવો


By Vanraj Dabhi25, Nov 2023 11:03 AMgujaratijagran.com

આંખોની રોશની સુધારવા માટે અપનાવો આ 5 કુદરતી રીતો

ઘરની બહાર વધુ ન નીકળવાના કારણે લોકો પોતાનો વધુ સમય મોબાઈલ ફોન અને ટીવી જોવામાં કાઢે છે. આ આદતોની સૌથી ખરાબ અસર આંખોના સ્વાસ્થ્ય પર પડે છે. આજે મોટાભાગના લોકો આંખોમાં બળતરા, અસ્પષ્ટ દ્રષ્ટિ, પાણીયુક્ત આંખો, નબળી દ્રષ્ટિ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો તમે આંખોને સ્વસ્થ રાખવા અને સારી દૃષ્ટિ જાળવવા માંગો છો તો જાણી લો આ ઉપાયો.

પામિંગ કસરત કરો

એક રિપોર્ટ અનુસાર પામિંગ એક્સરસાઇઝ કરવાથી આંખોની રોશની સુધરે છે. તેનાથી આંખોને આરામ મળે છે. થાક દૂર થાય છે. પામિંગ એક્સરસાઇઝ કરવા માટે તમારી બંને હથેળીઓને એકસાથે રગડો અને થોડી સેકંડ માટે આંખો પર રાખો. આ 5-7 વખત કરો. આંખનો બધો થાક દૂર થઈ જશે.

આંખોને ગોળગોળ ફેરવો

કલાકો સુધી મોબાઈલ જોયા પછી કે લેપટોપ પર કામ કર્યા પછી જો તમારી આંખો થાકી જાય તો કામમાંથી બ્રેક લો અને તમારી આંખોને ગોળ ઘોળ ફેરવવાનો પ્રયાસ કરો. આંખોને ઓછામાં ઓછી 5 વખત ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. દિવસમાં બે વાર આમ કરવાથી આંખોની રોશની સુધરશે અને આંખો લાંબા સમય માટે સ્વસ્થ રહેશે.

આંખોની પાંપણો ઝબકાવો

ક્યારેક-ક્યારેક પાંપણો ઝબકાવવાથી આંખોમાંથી તણાવ દૂર થાય છે. તમારી આંખો 2 સેકન્ડ માટે બંધ કરો અને પછી તેને ખોલીને 5 સેકન્ડ સુધી સતત ઝબકતા રહો. આને ઓછામાં ઓછા 5-7 વખત આમ કરો. આમ કરવાથી આંખોનો થાક અને લાલાશ જેવી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

20-20-20 નિયમનું પાલન કરો

આંખોને સ્વસ્થ રાખવાની આ ખૂબ જ સરળ અને ટ્રેન્ડી રીત છે. આંખના નિષ્ણાતો પણ આ કરવાની ભલામણ કરે છે. આ 20-20-20 નિયમમાં, તમારે ફક્ત લેપટોપ પર કામ કરતી વખતે દર 20 મિનિટે બ્રેક લેવાનો અને 20 સેકન્ડ માટે તમારાથી ઓછામાં ઓછા 20 ફૂટ દૂર હોય તેવી વસ્તુને જોવાનું છે. આ કસરત આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.

સ્વસ્થ આહાર લો

એક અહેવાલ મુજબ સ્વસ્થ અને પૌષ્ટિક વસ્તુઓ ખાવ, તમારા ખોરાક લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, કાલે, તૈલી માછલી જેમ કે ટુના, સૅલ્મોન, ઈંડા, બદામ, કઠોળ, માંસ સિવાયના પ્રોટીન ખોરાકના સ્ત્રોત, ખાટાં ફળો અથવા લીંબુ, નારંગી જેવા જ્યુસ વગેરેનું સેવન કરી શકો છો. આ ઉપરાંત ધૂમ્રપાન અને આલ્કોહોલ જેવી ટેવો ઓછી કરવી જોઈએ.

દેશી ઘી

વિટામિન અને મિનરલ્સથી ભરપૂર દેશી ઘી આંખોની રોશની સુધારવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમારા આહારમાં દેશી ઘીનો સમાવેશ કરો. આ સિવાય કપાળ અને કાનની વચ્ચેના ભાગ પર દરરોજ ઘીથી થોડીવાર માલિશ કરો.

આમળાનું જ્યુસ પીવો

આમળાને આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તમે તમારી પસંદગી મુજબ આમળા પાવડર, જ્યુસ, જામ અથવા મુરબ્બાના સેવન કરી શકો છો. રોજ સવારે 1 ચમચી આમળાનો રસ પીવાથી પણ આંખોની રોશની સારી થાય છે.

આંખનું ચેકઅપ

આજકાલ બાળકોની આંખો ઝડપથી બગડે છે તેથી તેમના માટે નિયમિત આંખની તપાસ કરાવવી જરૂરી છે. આવી સ્થિતિમાં તમે આંખની તપાસ માટે નિયમિત ડૉક્ટર પાસે જવું જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં ગરમ પાણી પીવાથી આ ચમત્કારિક ફાયદા મળે છે, ચાલો જાણીએ