ભેંસનું દૂધ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે, પરંતુ નાના બાળકોને ઘણી વાર પાચન થતું નથી, જેનાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા પણ થઇ શકે છે. આવો જાણીએ ભેંસનું દૂધ પીવડાવતા પહેલા કેટલીક જરૂરી બાબતો વિશે.
મોટા લોકો કરતાં નાના બાળકોને કોઇ પણ વસ્તુ પચાવવામાં ઘણી મુશ્કેલી આવી શકે છે. ભેંસના દૂધમાં વધુ ફેટ અને પ્રોટીન હોય છે, જે બાળકો સારી રીતે પચાવી શકતા નથી. આ માટે નાના બાળકોને આ દૂધ પીવડાવતા ધ્યાન રાખવું.
અન્ય દૂધ કરતાં ભેંસના દૂધમાં ફેટ અને કેલરી વધુ માત્રામાં હોય છે. આ કારણે બાળકોને પીવડાવવાથી તેમનું વજન વધી શકે છે, જે આગળ જતા અન્ય સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓ પેદા કરી શકે છે.
નાના બાળકોનું પાચનતંત્ર મજબૂત નથી હોતું. એવામાં ભેસનું દૂધ જાડું અને ફેટી હોય છે, જે શરીરમાં જઇને સારી રીતે પાચન થતું નથી, જેના કારણે બાળકોને ઉલ્ટી થઇ શકે છે.
ભેસનું દૂધ જાડું અને ફેટી હોય છે, જે સારી રીતે ના પચવા પર કબજિયાત અથવા પેને લગતી અન્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.
જો તમારું બાળક નાનું છે તે, તેઓને ગાયનું દૂધ પીવડાવો. ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ પાતળું હોવાની સાથે સાથે ફેટ પણ ઓછા હોય છે, જેના બાળકો સરળતાથી પચાવી શકે છે