શિયાળાની સિઝનમાં ઘણાં લોકો બીટનું જ્યૂસ પીવાનું પસંદ કરે છે. બીટમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ, નાઈટ્રેટ્સ અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ રહે છે.
વધારે પ્રમાણમાં બીટનું જ્યૂસ પીવાથી તેની અવળી અસર પણ થઈ શકે છે. જેમાં સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચે છે. બીટ પોષક તત્વોથી ભરપુર હોવાની સાથે-સાથે તેના કેટલાક સાઈડ ઈફેક્ટ્સ પણ છે.
બીટમાં ઑક્સાલેટ્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આથી વધુ પડતું બીટનું જ્યુસ પીવાથી કિડનીમાં પથરી થવાનો ખતરો વધી જાય છે.
બીટના જ્યૂસમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. જેથી વધુ પડતું બીટનું જ્યૂસ પીવાથી પેટમાં પાચન સબંધિત સમસ્યા વકરી શકે છે.
ઘણાં લોકોને બીટનું જ્યૂસ પીવાથી એલર્જી થતી હોય છે. જેમાં લાલ ચકામા પડવા, શરીરમાં ખંજવાળ આવવી અને શ્વાસ લેવામાં સમસ્યા જેવા લક્ષણો જણાય તો બીટનું જ્યૂસ ના પીવું જોઈએ.
બીટમાં રહેલ નાઈટ્રેટ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. જો કે તેનું વધુ પડતું સેવન કરવાથી બ્લડ પ્રેશર વધારે લૉ થઈ શકે છે. આથી બીટનું જ્યૂસ મર્યાદિત પ્રમાણમાં જ પીવું જોઈએ.
પ્રેગ્નેન્ટ મહિલાઓએ પણ બની શકે તો બીટનું જ્યૂસ પીવાનું ટાળવું જોઈએ. વધારે પ્રમાણમાં બીટનું જ્યૂસ પીવાથી માથામાં દુખાવો, થાક, ચક્કર આવવા જેવી અન્ય સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા વકરી શકે છે.