ગાજરનો હલવો શિયાળામાં ખાવામાં આવે છે અને ખૂબ પસંદ કરવામાં આવે છે. ગાજરના હલવાની જેમ તમે બીટનો હલવો પણ બનાવી શકો છો, જેનો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ હોય છે. બીટ એક હેલ્ધી વેજીટેબલ છે જેની ખીર પણ ખૂબ જ હેલ્ધી છે.
500 ગ્રામ છીણેલું બીટ, 3 કપ દૂધ, 6 ચમચી ખાંડ, 3 ચમચી ઘી, 5 થી 6 લીલી ઈલાયચી, 15 થી 20 કાજુ,1 ચમચી કિશમિસ.
સૌ પ્રથમ બીટને ધોઈ અને તેને છોલીને છીણી લો.
હવે એક કડાઈમાં દૂધ અને છીણેલું બીટ મિક્સ કરો.
હવે આ મિશ્રણને મધ્યમ તાપ પર પકાવો અને પછી આગ ઓછી કરો.
છીણેલ બીટને દૂધમાં પકાવો.
જ્યારે દૂધ 75% થી 80% ઘટી જાય તો તેમાં ઘી અને ખાંડ મિક્સ કરો અને સારી રીતે હલાવો અને ધીમી આંચ પર પકાવો.
લાસ્ટમાં કાજુ, ઈલાયચી પાવડર અને કિશમિસ નાખીને બધુ દૂધ બળી જાય ત્યાં સુધી ઉકાળો અને ગેસ બંધ કરી દો.
બીટનો હલવો ગરમાગરમ સર્વ કરવો હોય તો સર્વ કરી શકો છો અથવા તમે ઈચ્છો તો તેને ઠંડો થયા પછી પણ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.