વિદ્યાર્થીએ સુતા પહેલા આ 7 આદતો કેળવવી વધશે એકાગ્રતા અને મળશે આરામદાયક ઊંઘ


By Smith Taral03, Feb 2024 04:12 PMgujaratijagran.com

પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે તેવામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં લાગી ગયા છે. વાંચવા માટે વિદ્યાર્થીઓ અવનવી આદતો પણ કેળવતા હોય છે. આજે એવીજ કેટલીક આદતો વિશે વાત કરીશું જે સુતા પહેલા કેળવવાથી એકાગ્રતા વધારવામાં ફાયદો થઈ શકે છે.

ઊંઘ

દરરોજ ઊંઘનું એકજ શેડ્યૂલ રાખો. આનાથી શરીરની સ્લીપ સાઈકલ ખરાબ થતી નથી અને ઊંઘ સારી મળે છે

સુતા પહેલા રીલેક્સ થવું

સુતા પહેલા હેલ્ધી રીચ્યુલ્સ બનાવો જે શાંત અને હળવા હોય, જેમ કે પુસ્તક વાંચવું અથવા સોફ્ટ મ્યુઝીક સાંભળવું

સ્ક્રીન ટાઈમ ઓછો કરો

સૂતા પહેલા ઓછામાં ઓછા એક કલાક સુધી કોઈ સ્ક્રીન જોવી નહી. સ્ક્રીનમાંથી નીકળતા બ્લુ રેયઝ મેલાટોનિનના પ્રોડક્શન અને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે.

સકારાત્મક વાતાવરણ

તમારા બેડરૂમને ઊંઘ માટે અનુકૂળ બનાવો. સારી ક્વોલીટીનું ઓશીકું અને ગાદલાનો ઉપયોગ કરો જે તમને સારી ઊંઘ અને આરામ આપે.

એકટીવ રહો

નિયમિત કસરત કરો, અને દિવસની શરૂઆત ઉત્સાહભેર કરો. નિયમિત શારીરિક પ્રવૃત્તિ સારી ઊંઘને પ્રોત્સાહન આપે છે.

કેફીન ટાળો

કેફીન અને નિકોટીનની માત્રામાં ઘટાડો કરો. આ લેવાથી ઊંઘમાં દખલ પહોંચે છે અને દિવસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામા ઘટાડો કરે છે

સ્ટ્રેસ મેનેજ કરો

મેડીટેશન, ઊંડા શ્વાસ, અથવા માઇન્ડફુલનેસ જેવા તણાવ-મુક્ત કરવાની ટેકનીક અપનાવો અને સ્ટ્રેસ ફ્રી અને આરામદાયક ઊંઘ લો.

યાદ રાખો કે એકાગ્રતા અને સામાન્ય સ્વાસ્થ્ય માટે ગુણવત્તાયુક્ત ઊંઘ મહત્વપૂર્ણ છે. આ આદતો કેળવવાથી તમારી ઊંઘમાં સુધારો કરે છે, જેના પરિણામે વિદ્યાર્થીઓ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં અને મેમરી રીટેન્શન સારી રીતે કરી શકે છે.

દહીંનો ઉપયોગ કરવાની 6 અનોખી રીત જાણી લો સ્વસ્થ રહેશે વાળ અને ત્વચા