જે લોકોની સ્કિન ઓઇલી છે તેઓને ઘણી સમસ્યા થાય છે. જો તેઓ સ્કિનની યોગ્ય કાળજી ના રાખે તો તેમની ત્વચામાં હંમેશાં ચીકાશ બની રહે છે. આનાથી તમારો લુક ખરાબ દેખાય છે.
જો તમારે ઓઇલી ત્વચાથી છુટકારો મેળવવો હોય તો, દહીંમાં ચાણોનો લેટ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી લો. હવે મિશ્રણ દસ મિનિટ સુધી તમારા ફેસ ઉપર લગાવીને રાખો. ત્યારે બાદ ઠંડા પાણીથી ફેસ ધોઇ લો.
હેવી મેકઅપ કરવાથી પરશેવો ખૂબ થાય છે, જેનાથી તમારી સ્કિન ઓઇલી અને ચીકાશવાળી દેખાય છે. આ કારણથી જ હંમેશાં લાઇટ અથવા નેચરલ મેકઅપ જ કરવો.
લીંબુ તમને અલગ અલગ સ્કિન ટોનથી મુક્તિ અપાવશે. આ વધુ પડતાં ઓઇલને મેનેજ કરવામાં પણ મદદ કરે છે. લીંબુ-મધના મિશ્રણને ફેસપેકની જેમ ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી ધોઇ લો, ત્વચામાં ચમક જોવા મળશે.
જો તમારી સ્કિન ઓઇલી છે તો હંમેશાં તમારી પાસે અબ્જોર્બિંગ પેપર અથવા તો બ્લાટિંગ પેપર રાખો. આનાથી તમારી ત્વચા પર વધુ પડતા ઓઇલને શોષવામાં મદદ કરે છે.