Tourist Places in Jamnagar: જામનગરમાં ફરવાલાયક આ ઉત્તમ સ્થળો વિશે જાણો


By Smith Taral08, Aug 2024 12:53 PMgujaratijagran.com

લાખોટા તળાવ અને મહેલ

18મી સદીમાં રાજાનો નિવાસસ્થાન ગણાતો આ મહેલમાં હવે એક એક સંગ્રહાલય છે. આ સિવાય તમે અહીં લાખોટા તળાવ અને પેલેસના સંકુલમાં પણ સમય પસાર કરી શકો છો

હનુમાન મંદિર

આ મંદિર તેના રામ નામના જાપ માટે પ્રખ્યાત છે. અહિં વર્ષ 1964થી સતત રામ નામના જાપ કરવામાં આવતો રહ્યો છે.

ખિજડિયા પક્ષી અભ્યારણ

જો તમને નેચર અને બર્ડ ફોટોગ્રાફી કરવાનું પસંદ હોય તો આ ખિજડિયા પક્ષી અભ્યારણની મુલાકાત લઈ શકો છો. અહીં પક્ષીઓની 300 થી વધુ પ્રજાતિઓ નિવાસસ્થાન છે

શિવરાજપુર બીચ

શિવરાજપુર બીચને ગૂજરાતનો સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે. આ બીચને સરકાર તરફથી બ્લ્યુ ફ્લેગનો ટેગ પણ આપવામાં આવ્યો છે. અહીં તમે મિત્રો અને પરિવાર સાથે જઈ શકો છો

આદિનાથ જૈન મંદિર

પ્રથમ તીર્થંકર, ભગવાન આદિનાથને સમર્પિત, આદિનાથ મંદિર જૈન મંદિર ઉત્કૃષ્ટ માર્બલ વર્ક અને પરંપરાગત જૈન સ્થાપત્યને ઉજાગર કરે છે.

લાખોટા તળાવ

આ કૃત્રિમ તળાવ પણ જામનગરમાં ફરવા માટેનું ઉત્તમ સ્થળ છે. સ્થાનિકો સહિત અહીં બહારથી પણ ઘણા પ્રવાસીઓ આવે છે.

પ્રતાપ વિલાસ પેલેસ

આ ભવ્ય પ્રતાપ વિલાસ પેલેસની તમેં મુલાકાત લઈ શકો છો. આ જામનગરના રાજવી પરિવારના ભૂતપૂર્વ નિવાસસ્થાન હતો.

દરબારગઢ પેલેસ

પ્રાચીન સમયમાં આ સ્થળ જામનગર રજવાડાના વહીવટી કેન્દ્ર તરીકે વિક્સવામાં આવ્યું હતું. 19મી સદીમાં બાંધવામાં આવેલો આ દરબારગઢ પેલેસનું ભવ્ય આર્કિટેક્ચરનું તમે અન્વેષણ કરી શકો છો

Gujarat Tourist Places: ગુજરાતના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ માટે જાણીતા આ પર્યટન સ્થળોની મુલાકાત લો