ગુજરાતમાં ઘણા ધાર્મિક સ્થળો આવેલાં છે જેમાંનું એક દ્વારકા જેને ભગવાન કૃષ્ણની કર્મભૂમિ પણ કહેવાય છે. તમે તમારા પરિવાર સાથે આ પ્રાચીન શહેરની મુલાકાત લઈ શકો છો.
વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહ જો ક્યાં જોવા મળતા હોય તો એ માત્ર ગુજારાતનું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીં તમે અદભુત સિંહોને જંગલમાં વિહરતા જોઈ શકો છો.
રાષ્ટ્રપિતા અને સ્વાતંત્ર સેનાની મહાત્મા ગાંધીનું ઘર એટલે સાબરમતી આશ્રમ. અહીં તમે ગાંધીજીના જીવન અને તેની સાથે જોડાયેલી વસ્તુઓનું અવલોકન કરી શકો છો. આ શાંત સ્થળે સમય પસાર કરવો ખૂબ જ આનંદદાયક છે.
ભારતના સૌથી મોટો જિલ્લો કચ્છમાં આવેલું કચ્છનું રણ જેને વ્હાઇટ ડેસર્ટ પણ કહેવામાં આવે છે. અહીં તમે રણની અદભુત સુંદરતા સાથે કચ્છની કલા અને સંસ્કૃતિને પણ જાણી અને જોઈ શકો છો
આ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેરમાં આવેલી છે. આનું આર્કિટેક્ટચર અદભુત છે. આ તેના ઐતિહાસિક મહત્વ અને ભવ્ય સ્થાપત્ય માટે જાણીતું છે.
આ પ્રાચીન મંદિર પણ તેના અદભુત સ્થાપત્ય માટે જાણીતું છે. જો તમને ઈતિહાસ અને આર્કિટેક્ટચરમાં રસ હોય તો તમારે આ સ્થળની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ
ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું જૂનાગઢ તેના ઐતિહાસિક મહત્વ અને પ્રાચીન સ્થાપત્ય માટે જાણીતું છે.