દ્વારકા ગુજરાતનું ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો ધરાવતું પ્રાચીન શેહર છે. હિંદુ ધર્મની મન્યતા પ્રમાણે આ ભગવાન કૃષ્ણનું રાજ્ય હતું. અહીં આવેલા દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેવા દેશભરમાંથી લોકો આવે છે. આ સિવાય અહીં આવેલા બીચ પણ અત્યંત સુંદર છે જયા તમેં શાંતિનો સમય પસાર કરી શકો છો.
ઓખા મડી બીચ મિત્રો અને પરિવાર સાથે જઈ શકાય તેવો સુંદર અને શાંત બીચ છે. આ બીચ તેની જૈવવિવિધતા, વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીઓનું પણ નિવાસસ્થાન છે.
ચોરવાડ બીચ એક બાકી બીચ કરતા ઘણું જ શાંત વાતાવરણ પ્રદાન કરે છે. આ બીચનું સોનેરી અને સ્વચ્છ પાણી તેને આદર્શ સ્થળ બનાવે છે.
દ્વારકાધીશ મંદિરની મુલાકાત કર્યા પછી તમે આ શાંત અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે આ બીચની મુલાકાત લઈ શકો છો.
દ્વારકાથી 400 કીમીના અંતરે આવેલો આ બીચ પર તમે વિવિધ સપોર્ટ એક્ટિવિટીનો આનંદ માણી શકો છો. અહીં તમે પેરાસેલિંગ અને વોટર સ્કીઇંગ જેવી વોટર એડવેંચર ભાગ લઈ શકો છો.
જો તમે બીચ પર આરામથી ફરવા અને સમય પસાર કરવા માંગો છો તો આ બીચ ની મુલાકાત લઈ શકો છો. આ બીચ તેની સ્વચ્છતાને કારણે સરકાર તરફ થી બ્લુ ફ્લેગનો ટેગ આપવામાં આવ્યો છે.
પોરબંદર શહેર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે, અહીં આવેલો પોરબંદર બીચ પણ જોવાલાયક છે. શાંત વાતાવરણ સાથે ઐતિહાસિક મૂલ્યો ધરાવતું આ બિચની એકવાર જરુરથી મુલાકાત લેવી જોઈએ