ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામો પૈકીનું એક દ્વારકા છે, તમે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમને આ યાદી ખૂબ જ ઉપયોગી થશે.
કૃષ્ણની નગરી તરીકે જાણીતા દ્વારકા શહેરની મુલાકાત તમે તહેવારો પર કરી શકો છો, જગ વિખ્યાત દ્વારકા મંદિરના દર્શનાર્થે લોકો દેશ વિદેશથી આવતા હોય છે.
શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તમે દ્વારકા જીલ્લામાં આવેલ ભડકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત તમે કરી શકો છો.
દ્વારકામાં તમે ફરવાનો પ્લાન કરતા હોવ તો તમારે સુપ્રસિધ્ધ દ્વારકા બીચની મુલાકાત અચૂક લેવી જોઈએ.
દ્વારકા અને તેની આસપાસના સ્થળો ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમે 2-3 કિ.મી.ના અંતરે આવેલ આ સરહદી બીચની મુલાકાત કરી શકો છે.
બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર દ્વારકા જીલ્લામાં આવેલ છે, તમે શ્રાવણ મહિનામાં અહીં ચોક્કસ મુલાકાત કરી શકો છો.
કૃષ્ણની નગરીમાં તમે અહીં અદ્ભુત આનંદ માણની શકશો, કારણ કે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે 2 થી 3 કી.મીનું અંતર છે અને વચ્ચે દરિયો હોવાથી તમે ફેરી બોટમાં સફર કરી શકો છો.
દ્વારકા મંદિર નજીક દરમિયાની ખાડીમાં આવેલ ગોમતી ઘાટ પર લોકો સ્નાન કરવા માટે ઉમટી પડતા હોય છે.
દ્વારકાથી 21 કિ.મી ઉત્તરમાં અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરથી 5 કિમીના અંતરે આ ગોપી તળાવ આવેલ છે જ્યાં એક નાનો કુંડ જે પીળી રેતીથી ઘેરાયેલો છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ વિગતો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.