અનુષ્કા સેન લોકપ્રિય ટીવી અભિનેત્રી છે. તે નાની ઉંમરમાં ખૂબ જ ફેમસ છે. 22 વર્ષની અનુષ્કાના લાખો ફેન્સ છે. અભિનેત્રીએ ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તેને બાલવીરથી ખાસ ઓળખ મળી. ખતરોં કે ખિલાડી સીઝન 11 થી પણ લોકપ્રિય બની હતી.
અનુષ્કા સેને પોતાનું એક સપનું પૂરું કર્યું છે. જેના કારણે તે ચર્ચામાં રહી છે, હકીકતમાં તેણે મુંબઈ શહેરમાં એક આલીશાન ઘર ખરીદ્યું છે. જેની તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે.
આ તસવીરો અનુષ્કાની નવા ઘરની પૂજાની છે. જેને તેણે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર પણ કરી છે. તસવીરોમાં અભિનેત્રી વાદળી સૂટ પહેરીને ભગવાનના આશીર્વાદ લેતી જોવા મળે છે.
ઘર ખરીદ્યા બાદ અનુષ્કા અને તેનો પરિવાર ખૂબ જ ખુશ છે. તસવીરો પરથી તમે જાતે જ અંદાજ લગાવી શકો છો. જ્યાં અભિનેત્રી અને તેનો પરિવાર હાથમાં પૂજાની થાળી સાથે નજરે પડે છે.
આ તસવીર અનુષ્કાના નવા ઘરની બાલ્કનીની છે. જ્યાં અભિનેત્રી સનગ્લાસ પહેરીને પોઝ આપતી જોવા મળે છે. અનુષ્કાના ઘરમાંથી આખું શહેર દેખાય છે, તમે ફોટામાં કાચની પાછળથી પણ મુંબઈનો નજારો જોઈ શકો છો.