ઘીને ભારે માનવામાં આવે છે. આ સંજોગોમાં પેટની સમસ્યા ધરાવતા લોકો માટે ઘીનું સેવન મુશ્કેલી વધારી શકે છે.
જે લોકો કિડની સંબંધિત સમસ્યાથી પીડાય છે તેમણે ઘી ખાવાથી બચવું જોઈએ. ઘી ખાવાથી કિડનીની સમસ્યા વધી શકે છે.
શરીરમાં યુરિક એસિડની સ્થિતિ છે તો ઘી અને તેલનું સેવન કરવું જોઈએ નહીં. તેનાથી યુરિક એસિડ લેવલ વધી શકે છે.
હવામાન બદલાય તે સાથે જો તમને ખાંસી-શરદી થતી હોય તો પણ તમારે ઘી ખાવું જોઈએ નહીં.
કેટલાક લોકો ફેટી લિવરની સમસ્યા ધરાવે છે. તેમણે પણ ઘીના સેવનથી બચવું જોઈએ. આ ઉપરાંત BPની સમસ્યા ધરાવતા લોકોએ પણ ઘીના સેવનથી બચવું.