સમય ઉપર કાનની સફાઇ કરવી જોઇએ. કાનની સફાઇ ખૂબ જ કાળજીથી કરવી. અણીવાળી વસ્તુઓથી કાનની સફાઇ ના કરવી.
હાલના યુવાનોમાં હેડફોન, ઇયરફોન ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. બાઇક ચલાવતા અને ઊંઘતા સમયે પણ ઇયરફોન લગાવીને રાખે છે આવું કરવું હાનિકારક છે.
મોટા અવાજથી વાગતા સ્પિકર કે સાઉન્ડ સિસ્ટમની નજીક જવાથી પણ કાનને નુકસાન પહોંચે છે. હાલ ડીજે, પાર્ટી, પબનું ચલણ ખૂબ જ વધી ગયું છે જેના કર્કશ અવાજથી કાનને હાની પહોંચે છે.
પહેલાંના સમયમાં તહેવારોમાં દારૂખાનું ફોડવામાં આવતું હતું, પરંતુ હવે નાના-નાના સમારોહમાં પણ મોટાં- મોટાં ફટાકડાં ફોડવામાં આવે છે. વિસ્ફોટક ફટાકડાંઓથી કાનને નુકસાન પહોંચે છે.
ધ્યાન રાખવું કે નહાતા સમયે કાનમાં પાણી અથવા સેમ્પૂ ના જાય, કાનના દર્દીઓએ ઠંડી વસ્તુઓના સેવનથી પણ દૂર રહેવું. સરદી પણ કાનના દુખાવાનું કારણ બની શકે છે.
કાનનો દુખાવો ઠંડીની સિઝનમાં વધુ જોવા મળે છે. ચેપી રોગથી કાનની સમસ્યા વધવા લાગે છે. સરદી, ખાંસી અને એલર્જીમાં નાક, કાન, ગળાની સમસ્યા વધુ જોવા મળે છે.