જો તમે કોઈ મહેનત વિના કેળાની છાલનો ઉપયોગ કરવા માંગતા હોવ, તો તેને સીધી સ્કિન પર ઘસી શકો છો. જેનાથી તમારો ચહેરો ચમકવા લાગશે.
કેળાની છાલનો ઉપયોગ કરતા પહેલા ચહેરાને સારી રીતે સાબુથી સાફ કરી નાંખો. હવે કેળાની છાલ લઈને તેના અંદરના ભાગને ચહેરા પર હળવા હાથે રબ કરો. જેને 10 મિનિટ સુધી લગાવી રાખ્યા બાદ ઠંડા પાણીથી મોંઢુ ધોઈ નાંખો.
ત્વચામાંથી ડેડ સ્કિન સેલ્સ નીકાળવા માટે વાટકીમાં કેળાની છાલના નાના-નાના કટકા કાપો અને તેમાં થોડી હળદર મિક્સ કરી લો. હવે તેમાં મધ અને ખાંડ મિક્સ કરીને ચહેરાને 2-3 મિનિટ સુધી મસાજ કરો.
જેને બનાવવા માટે કેળાની છાલના નાના ટૂકડા કરીને તેમાં મધ મિક્સ કરી દો. હવે તેમાં દહી મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો.
કેળાની છાલથી બનેલ આ ફેસ પેકને ચહેરા પર લગભગ 15 મિનિટ સુધી લગાવીને રાખો. જે બાદ નોર્મલ પાણીથી ચહેરાને ધોઈ નાંખો. આ ઉપયોગથી સ્કિન સાથે સંકળાયેલી સમસ્યામાં રાહત મળી શકે છે.
કેળાના છાલથી ચહેરાને વિટામિન બી-6, વિટામિન બી-12, જિંક સહિત અનેક એન્ટી ઑક્સિડેન્ટ્સ મળે છે. એવામાં સ્કિનને હેલ્ધી બનાવવા માટે સહાયતા મળે છે.
કેળાની છાલ ડાઘ-ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. સ્કિન ડ્રાય થવા પર તેમાં મધ મિક્સ કરીને લગાવી શકો છે. જેનાથી ચહેરો ચમકી ઉઠશે.