માત્ર 10 જ મિનિટમાં બનાના-કોકોનટ શેક બનાવવા માટે આ ટિપ્સને ફોલો કરો


By Vanraj Dabhi13, Oct 2023 10:40 AMgujaratijagran.com

કેળા અને કોકોનટ સ્મૂધી

સામાન્ય રીતે લોકો સવારે ઉઠીને કેળા ખાવાનું અથવા તેનો શેક પીવાનું પસંદ કરે છે. આ તકે જો તમે આનાથી કંટાળી ગયા છો તો અમે તમારા માટે હેલ્ધી ડ્રિંકની રેસીપી લાવ્યા છીએ. આજે અમે તમને ટેસ્ટી કેળા અને કોકોનટ સ્મૂધી બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.

કેળા અને કોકોનટ સ્મૂધી બનાવવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે

નાળિયેર, ગ્રીક દહીં, મેપલ સીરપ, વેનીલા એસેન્સ, બટરસ્કોચ આઈસ્ક્રીમ, બદામ

સ્ટેપ- 1

સ્મૂધી બનાવવા માટે સૌપ્રથમ બ્લેન્ડરમાં 1 કેળું, દહીં, વેનીલા એસેન્સ અને છીણેલું નારિયેળ નાખીને તેનું ઘટ્ટ મિશ્રણ બનાવો.

સ્ટેપ-2

આ તૈયાર મિશ્રણમાં બરફના ટુકડા નાખો. હવે તેને ફરીથી બ્લેન્ડ કરો. આ રીતે ક્રીમી અને ઘટ્ટ મિશ્રણ તૈયાર થશે.

સ્ટેપ-3

આ મિશ્રણને એક ગ્લાસમાં નાખીને ઠંડુ કરીને સર્વ કરો. આ સ્મૂધીનો સ્વાદ વધારવા માટે તમે તેમાં બટરસ્કોચ આઈસ્ક્રીમ અને બદામ નાખી શકો છો.

ફક્ત કેળાનો ઉપયોગ કરો

જો તમે આ સ્મૂધીમાં નારિયેળ નથી નાખવા માંગતા તો તમે ફક્ત કેળાની સ્મૂધી પણ બનાવી શકો છો. આ માટે કેળાના નાના ટુકડા કરી લો.

મિશ્રણ

કેળાના ટુકડાને બ્લેન્ડરમાં નાખો અને તેમાં થોડું મધ મિક્સ કરો. હવે તેને સારી રીતે મિક્સ કરી લો. આ પછી મિશ્રણમાં બરફના ટુકડા ઉમેરો અને ફરીથી બ્લેન્ડ કરો.

આઈસ્ક્રીમ નાખો

આ મિશ્રણમાં દૂધ ઉમેરો અને લગભગ 30 સેકન્ડ માટે તેને બ્લેન્ડ કરો. આ રીતે તમારી સ્મૂધી સરળતાથી તૈયાર થઈ જશે. સ્વાદ વધારવા માટે તમે તેમાં આઈસ્ક્રીમ નાખી શકો છો.

વાંચતા રહો

તમે આ સ્મૂધીને 10 મિનિટમાં સરળતાથી બનાવી શકો છો, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આલુ ઉત્તપમ રેસીપી: માત્ર 15 આલુ મિનિટમાં ઉત્તપમ બનાવવા માટેની રીત જાણી લો