ઢેબરા રેસીપી : બાજરી મેથીમાંથી આ રીતે ઘરે બનાવો ઢેબરા


By Vanraj Dabhi29, Jan 2024 10:25 AMgujaratijagran.com

બાજરી મેથીના ઢેબરા

ડાયાબિટીસના દર્દીઓ માટે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુજરાતી નાસ્તો છે, જે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં સાંજના નાસ્તામાં અથવા જમવા માટે બનાવવામાં આવે છે અને દહીંની સાથે સર્વ કરવામાં આવે છે.

સામગ્રી

બાજરીનો લોટ,મેથીની ભાજી,લીલા મરચાં,ધાણાજીરું,હળદર,લાલ મરચું પાઉડર,દહીં,તલ,તેલ,મીઠું સ્વાદ અનુસાર.

સ્ટેપ- 1

એક બાઉલમાં બાજરીનો લોટ,સમારેલી મેથીની ભાજી,ધાણા જીરું પાઉડર,લાલ મરચું પાઉડર,હળદર,દહીં,તલ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીનેને પરોઠાના માટેના લોટની જેમ થોડો કઠણ લોટ બાંધી લો.

સ્ટેપ- 3

હવે લોટમાંથી લીંબુ જેવડા લુઆ બનાવી તમારી હથેળીથી દબાવીને ગોળાકાર ઢેબરા બનાવો.

સ્ટેપ- 4

હવે એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરીને ઢેબરાને બનેં બાજુ હળવા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

મેથીના ઢેબરા રેસીપી સર્વ કરવા માટે તૈયાર છે, તમે તેને દહીં,અથાણાં કે ચા સાથે પૌષ્ટિક નાસ્તાનો સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બાજરાના ચમચમિયા : શિયાળામાં આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરો