રીંગણાનો ઓળો બનાવવાની રેસીપી


By Vanraj Dabhi01, Mar 2024 02:38 PMgujaratijagran.com

સામગ્રી

રીંગણા,ટામેટાં,ડુંગળી,લીલા મરચાં,લસણ,આદુ,તેલ,જીરું,હળદર,લાલ મરચું પાવડર,ધાણા પાવડર,સ્વાદ અનુસાર મીઠું,કોથમીર.

સ્ટેપ- 1

રીંગણને ધોઈને સાફ કરી રીંગણ પર થોડું તેલ લગાવીને ગેસ પર શેકી તેની છાલ ઉતારીને મેશ કરો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં તેલ ગરમ કરી જીરું,લસણ,આદુ,ડુંગળી અને લીલા મરચાની કટકી ઉમેરીને સાંતળો.

સ્ટેપ- 3

હવે તેમાં હળદર,લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો

સ્ટેપ- 4

હવે તેમાં બારીક સમારેલા ટામેટાં ઉમેરીને જ્યાં સુધી તે નરમ ન થાય ત્યાં સુધી પકાવો અને પછી તેમાં મેશ કરેલા રીંગણા ઉમેરો અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો.

ગાર્નિશ કરો

5-7 મિનિટ માટે ફ્રાય કરીને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરો અને કોથમીરથી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે રીંગણનો ઓળો તમે તેને રોટલી,નાન અથવા ભાત સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ 7 સ્ટાઇલિશ કુર્તી નેક ડિઝાઇન્સ છે ટ્રેન્ડિંગ