બીલીપત્રમાં ટેનિન, ફ્લેવોનોયડ્સ અને કૂમરિન જેવા પોષક તત્ત્વો હોય છે. જે ઘણી બીમારી માટે ફાયદાકારક છે.
બીલીપત્રના પાનનો રસ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગરનું લેવલ કન્ટ્રોલમાં રહે છે.
જે લોકોને લોહીની ઉણપ હોય તેમણે બીલી પત્રનો રસ પીવો જોઈએ.
બીલીપત્રના પાનનો રસ પીવાથી પાચનતંત્ર સ્વસ્થ થાય છે. આંતરડામાંથઈ વિષાત્ક પદાર્થો બહાર નીકળે છે.
બીલીપત્રનો રસ પીવાથી ખંજવાળ, ડાઘ અને પિત્તની સમસ્યા દૂર થાય છે.
બીલીપત્રનો રસ અસ્થમાના પ્રોબ્લેમ માટે ફાયદાકારક છે. આ માટે બીલીપત્રના પાનમાં મધ મિક્ષ કરીને તેનું સેવન કરવું.
બીલીપત્રથી વાળ ખરતાં રોકી શકાય છે. આ માટે દરરોજ વાળને બીલીપત્રથી ધોવા જોઈએ.
મોઢામાં ચાંદા પડતા હોય તેમણે બીલીપત્રની ડાળીને પાણીમાં ઉકાળીને ઠંડુ કરીને કોગળા કરવા.
બીલીપત્રનો ઉકાળો પીવાથી તાવમાં રાહત મળે છે.