તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને બબીતાની કેમેસ્ટ્રી દર્શકોને ભારે પસંદ પડી રહી છે તે દરેક જાણે જ છે. આવું કંઈક જોરદાર થયું તાજેતરમાં.
ગોકુલધામ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી એક કારને લઈને ભારે ચર્ચા છે.
વાસ્તવમાં ગડા ઈલેક્ટ્રોનિક્સના સેલમાં 5 હજારથી વધારેની ખરીદી પર એક સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.
જ્યારે લકી ડ્રો ખુલ્યો ત્યારે પોપટલાલ, ભીડે અને અબ્દુલને કંઈકને કંઈક ગિફ્ટ મળે છે પણ બબીતાજીનું નામ આવતું નથી.
પરંતુ અંતે કારમાં બબીતાજીનું નામ ખુલતાની સાથે જે તે એટલી ખુશ થઈ જાય છે કે ન પૂછો વાત.
ખુશીમાં ને ખુશીમાં બબીતાજી જેઠાલાલને વળગી પડે છે. જેઠાલાલના હાલ પણ જોયા જેવા થાય છે.
કાર જીતવા પર બબીતાજી પાસે બધા લોકો પાર્ટી માંગે છે અને બબીતાજી પણ પાર્ટી આપવા માટે તૈયાર થઈ જાય છે.