ઘણા લોકો વજન ઘટાડવા માટે કેટલીક ટિપ્સ અનુસરતા હોય છે, તેમ છતા વજન નથી ઘટતું.
શું તમે પણ વજન ઘટાડવા માંગો છો, તો આજે અમે તમને બાબા રામદેવના કેટલાક ઉપાય જણાવીશું, જે તમારી શરીરની ચરબી માખણની જેમ ઓગળી જશે.
બાબા રામદેવ કહે છે કે, નિયમિત તજ વાળું ગરમ પાણીમાં 1 ચમચી મધમાં મિક્સ કરીને પીવાથી વજન ઘટાડી શકાય છે.
બાબા રામદેવ કહે છે કે, સવારે નવશેકા પાણીમાં લીંબુ નાખીને પીવાથી આપણા શરીરમાં રહેલી વધારાની ચરબી ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને વજન ઘટવા લાગે છે.
સલાડ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેથી જો તમે ભોજન લીધા પછી સલાડ ખાવ છો, તો તે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
બાબા રામદેવે ડિનરમાં રોટલી અને ભાત ન ખાવાની સલાહ આપે છે. જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો આને ફોલો કરો.
રાત્રે મોડા ભોજન કરવાની આદતથી આપણું બ્લડ સુગર લેવલ પણ વધી શકે છે. આ કારણે બાબા રામદેવ રાત્રે 7 વાગ્યા પહેલા ડિનર ખાવાની સલાહ આપે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.