હિમોગ્લોબીનની ઉણપથી થાક, નબળાઈ, એનિમિયા અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
પુરુષોમાં 13.8 થી 17.2 g/dL, સ્ત્રીઓમાં 12.1 થી 15.1 g/dL અને બાળકોમાં 11 થી 16 g/dL હિમોગ્લોબિન હોવું જોઈએ.
સ્તરને વધારવા માટે યોગ ગુરુ બાબા રામદેવે આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવાની સલાહ આપી છે. તેમની આ ટિપ્સથી એક અઠવાડિયામાં હિમોગ્લોબિનનું સ્તર 7 થી 14 g/dL સુધી વધારી શકો છો.
શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવા માટે તમે તો ગાજર-બીટરૂટ અને દાડમનો રસનું નિયમિત સેવન કરવાથી હિમોગ્લોબિનનું સ્તર વધી શકે છે.
આયુર્વેદિક જડીબુટ્ટી લેમનગ્રાસ શરીરમાં લોહીની ઉણપ દૂર કરવાની સાથે હિમોગ્લોબિનનું સ્તર સુધારવામાં મદદ કરે છે. નિયમિત સેવન કરવાથી 7 દિવસમાં તફાવત દેખાશે.
બાબા રામદેવે કહ્યું કે, શિયાળામાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે શેરડીનો રસ શ્રેષ્ઠ ઉપાય છે.
અંજીર અને ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. બંનેનું નિયમિત સેવન લોહીની ઉણપ અને એનિમિયાથી બચાવવામાં મદદ કરે છે.
શિયાળામાં હિમોગ્લોબિન વધારવા માટે શક્કરિયા પણ ફાયદાકારક માનવામાં આવે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.