Dev Joshi Wedding: 'બાલવીર' ફેમ દેવ જોશીએ નેપાળી ગર્લફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન


By Sanket M Parekh27, Feb 2025 04:08 PMgujaratijagran.com

દેવ જોશીના લગ્ન

TV શૉ 'બાલવીર' થકી લોકપ્રિય થયેલ અભિનેતા દેવ જોશીએ નેપાળમાં પોતાની ગર્લફ્રેન્ડ આરતી સાથે લગ્ન કર્યાં છે.

આરતી સાથે સપ્તપદીના ફેરા

લગ્ન બાદ દેવ જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. જણાવી દઈએ કે, ગત 25 ફેબ્રુઆરીના રોજ કપલ લગ્નના બંધનમાં બંધાયું છે.

સંસ્કૃતમાં કેપ્શન

દેવ જોશીએ પત્ની આરતી સાથેની તસવીર શેર કરતાં કેપ્શનમાં સંસ્કૃતમાં લખ્યું છે કે, અહં ત્વદસ્મિ મદસિ ત્વમ્! અર્થાત હું તારાથી અને તું મારાથી...25 ફેબ્રુઆરીનો દિવસ આખી જિંદગી યાદ રહેશે.

કપલના ડિઝાઈનર આઉટફિટ

આ તસવીરમાં કપલ મેરેજ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. જેમાં દેવ જોશીએ ક્રીમ કલરની વર્ક વાળી શેરવાની પહેરી છે. જ્યારે આરતીએ રેડ-ગોલ્ડન કલરનું પાનેતર પહેર્યું છે.

પ્રી-વેડિંગ ફંક્શન

લગ્નની તસવીરો અગાઉ દેવ જોશીએ પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી હતી.

હલ્દી સેરેમની

લગ્ન પહેલા હલ્દી સેરેમનીની આ તસવીરમાં કપલ એકદમ ખુશ જોવા મળી રહ્યું છે. આ સાથે જ તસવીરમાં કપલના ચહેરા પર પીઠીની હળદર લગાવેલી જોઈ શકાય છે.

મહેંદી સેરેમની

મહેંદી સેરેમનીમાં પણ દેવ જોશી અને આરતીની જોડી જામી રહી છે. આ તસવીરમાં આરતી દેવના નામની મહેંદી લગાવેલી દેખાઈ રહી છે.

દેવ જોશીની એન્ગેજમેન્ટ

જણાવી દઈએ કે, દેવ જોશીએ પરિવારની હાજરીમાં જ પોતાની પાર્ટનર સાથે ગત 19 જાન્યુઆરીના રોજ સગાઈ કરી હતી.

પ્રેમાનંદજી મહારાજે તણાવને ખતમ કરવાના આપ્યા રામબાણ ઉપાય