વધતી ઉંમર સાથે સફેદ વાળ થવા એક સામાન્ય વાત છે , પણ આજકાલ ખરાબ ખાવાપીવાની આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ઓછી ઉંમરમા જ વાળ સફેદ આવવા લાગે છે.
ઓછી ઉંમરે વાળ સફેદ થવા પર તેની અસર વ્યક્તિના લુક પર પડે છે. ઓછી ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો.
આયુર્વેદ પ્રમાણે ઓછી ઉંમરે વાળ સફેદ થવા પાછળનુ કારણ પિત્ત દોષ હોય શકે છે. તે અંસતુલન થવા પર વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.
આયુર્વેદમા એવા ઘણા ઓઈલ જણાવવામા આવ્યા છે જેનાથી વાળમા માલિશ કરવાથી ઓછી ઉંમરમા વાળને સફેદ થતા રોકી શકાય છે.
આયુર્વેદ પ્રમાણે વધારે મસાલેદાર ખાવાનુ ન ખાવુ જોઈએ. વધારે માત્રામા ઓઈલ ફૂડના સેવનથી વાળને નુકસાન પહોંચે છે.
માનસિક તણાવ લેવાથી પણ વાળ સફેદ થાય છે. આયુર્વેદમા તણાવથી બચવા માટે યોગ કરવાની સલાહ આપવામા આવી છે.
ઓછી ઉંમરે વાળને સફેદ થતા અટકાવા માટે તમે આંબળાનો ઉપયોગ કરી શકો છો. આંબળાના તેલથી વાળમા માલિશ કરવાથી વાળ કાળા બને છે.
આયુર્વેદમા જણાવવામા આવ્યુ છે કે વાળને કાળા કરવા માટે દહીં અને બદામ તેલનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી વાળ કાળા થાય છે અને વાળમા જમા થયેલી ગંદકી પણ દૂર થાય છે.