ઠંડીમા લોકો ખાંસી તાવ જેવી સમસ્યાઓનો સામનો વધુ કરતા હોય છે. એવામા લોકોને શ્વાસ લેવામા તકલીફ, નાક બંધ થવુ, ગળામા દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. તમે કેટલાક આર્યુવેદિક ઉપાયોની મદદથી ખાંસી તાવ જેવી સમસ્યાઓમા રાહત મેળવી શકો છો. ચલો જાણીએ.
હળદરમા એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. એવામા દૂધમા હળદર નાખીને પીઓ.
એક ગ્લાસ પાણીમા થોડુ મીઠુ નાખીને તેના કોગળા કરવાથી ગળામા દુખાવો અને ચેપ દૂર થાય છે.
આદુના રસ અને મધને મિક્સ કરીને સેવન કરવાથી શરદી ખાંસી તથા તાવ જેવી સમસ્યા દૂર થાય છે. તેમા એંટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.
એક કપ પાણીમા 6 પત્તા તુલસીના, નાના ટુકડા આદુના, એક ચપટી તજનો પાઉડર અને કાલી મિર્ચ નાખીને તેને ઉકાળો. ત્યારબાદ તેમા મધ ઉમેરીને સેવન કરો.
એક કપડાથી ચહેરાને પૂરી રીતે ઢાંકીને ગરમ પાણીથી નાસ લો. આમ કરવાથી બંધ નાક ખુલી જાય છે. આ ઉપરાંત ગળાની ખરાશ દૂર થાય છે.
લસણમા એંટી વાઈરલ ગુણ હોય છે. લસણની 2-3 કળીઓને તવામા બાફીલો અને તેને મધ સાથે સેવન કરો.
અળધી ચમચ હળદર, નાની ચમચી સોંઠ પાઉડર, 1 ચમચી કાલી મિર્ચને પાણીમા ઉકાળો. ત્યારબાદ 1 નાની ચમચી મધ ઉમેરીને પીઓ.